Saturday - May 16, 2026

મોરબી સિવિલમાં નોર્મલ ડિલિવરી બાદ તબિયત લથડતા પ્રસુતાનું મૃત્યુ.

મોરબી સિવિલમાં નોર્મલ ડિલિવરી બાદ તબિયત લથડતા પ્રસુતાનું મૃત્યુ.

મોરબી:- મોરબીના ઉંચી માંડલ ગામે સિરામિક ફેક્ટરીમાં મજૂરી કરતા મુળ વતન ઓરિસ્સાના વતની મહિલાને પ્રસુતાની પીડા ઉપડ્યા બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં પુત્રને જન્મ આપ્યા બાદ પ્રસુતાનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. 
  આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉચી માંડલ ગામે ગ્રેનાઈટો સિરામિક ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરતા મૂળ ઓરિસાના વતની જમુનાબેન રામાભાઇ હોકંદા ઉંમર વર્ષ 38 નામના પરિણીતાને પ્રસવ પીડા ઉપડતા તારીખ 14 ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં જમનાબેનને નોર્મલ ડિલિવરીમાં દીકરાને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તેમની તબિયત બગડતા તેમનું મૃત્યુ થયું હતું, આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.