મોરબી : દિવાળીના તહેવારોમાં આપઘાતની આઘાતજનક ઘટનાઓ સામે આવી છે. મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા હેતલબેન મનીષભાઈ જાદવ ઉ.34 નામના પરિણીતાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. બીજા બનાવમાં મોરબીના ઘુંટુ નજીક આવેલ જીઓલાઈટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી નેહાબેન ફાતમા ઉ.19 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.