દૂધ ગરમ કરવા માટેના બોઇલરમાં ઓવરહિટીંગ એટલે અતિશય ગરમ થવાના કારણે બ્લાસ્ટ થયાનું તારણ, સદભાગ્યે જાનહાની નહિ
મોરબી : મોરબીના GIDC વિસ્તારમાં આજે સવારે એક ડેરી યુનિટમાં દૂધ ગરમ કરવા માટે વપરાતા બોઇલરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માત ઓવરહિટીંગ એટલે અતિશય ગરમ થવાના કારણે થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.બ્લાસ્ટથી ફેક્ટરીનો એક ભાગ તૂટી પડ્યો હતો અને બોઇલરના ટુકડા આસપાસ ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકને સામાન્ય ઈજા પહોંચી છે, તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.સદભાગ્યે, આ બ્લાસ્ટમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ અને અન્ય કર્મચારીઓ તેમજ આસપાસના લોકો સુરક્ષિત રહ્યા છે. આ કારણે ફેક્ટરી કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.