મોરબી: જીવનમાં આદર્શોને સેવામાં સમર્પિત કરનાર મોરબીની 3 અગ્રણી સંસ્થાઓ દ્વારા મોરબીવાસીઓના સુખદ સ્વાસ્થ્ય માટે કેન્સર સ્ક્રીનીંગ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમે દર્દીઓનું કેન્સરના પ્રાથમિક લક્ષણોનું સ્ક્રિનિંગ કર્યું હતું . આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ સ્ક્રીનીંગ માટે આવ્યા હતા.
મહિલાઓ ખરા અર્થમાં પુરુષ સમોવડી બની છે અને ઘર ચલાવવા સાથે સાથે સેવાની જ્યોત જલાવી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને શ્રી ઉમિયા સેવા સમિતિ દ્વારા કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન મોરબીના શનાળા રોડ પર આવેલ સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સેવા આપવા માટે અમદાવાદ થી નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા ૧૪૬ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મેમોગ્રાફી, સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સર નુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
કેન્સર સ્ક્રીનીંગ કેમ્પમાં સેવા આપનાર ડોકટરોની ટીમની સેવાને બિરદાવવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને શ્રી ઉમિયા સેવા સમિતિ દ્વારા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પમાં આવેલ તમામ લોકોનું સ્ક્રીનીંગ નિશુલ્ક કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પમાં ત્રણેય સંસ્થાના સભ્યોએ સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.