Saturday - Jul 04, 2026

મોરબીના અમુક વિસ્તારોમાં શનિવારે મેન્ટેનન્સને કારણે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીના અમુક વિસ્તારોમાં શનિવારે મેન્ટેનન્સને કારણે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી : મોરબી શહેરના અમુક વિસ્તારોમાં આવતીકાલે એટલે કે શનિવાર, તા. 7 ફેબ્રુઆરી 2026ના રોજ પીજીવીસીએલ (PGVCL) દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

પીજીવીસીએલ દ્વારા મળેલી માહિતી મુજબ 11 કેવી કાલિકા પ્લોટ ફીડરમાં જરૂરી સમારકામ કામગીરી કરવાનું હોવાથી સવારે 9:00 વાગ્યાથી બપોરે 4:30 વાગ્યા સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે.


આ વીજકાપના કારણે નીચે મુજબના વિસ્તારોમાં લાઈટ બંધ રહેશે:

શ્યામ પાર્ક તથા હીરાસરી રોડ વિસ્તાર
માર્કેટીંગ યાર્ડ અને સુભાષ નગર
નરસંગ ટેકરી મંદિર આસપાસનો વિસ્તાર
શ્રીરામ સોસાયટી, અમૃતનગર અને અનુપમ સોસાયટી
ગૌતમ સોસાયટી, ગોકુલનગર અને નિલકંઠ સ્કૂલ આસપાસ
ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી અને રામેશ્વર સોસાયટી
વિજયનગર, યોગેશ્વર નગર તથા યદુનંદન (પ્લોટ નં. 12 થી 15)
વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા અને એવન્યુ પાર્ક
રવાપર રોડની વિવિધ સોસાયટીઓ
પીજીવીસીએલ દ્વારા નાગરિકોને જાણ કરવામાં આવી છે કે જો મેન્ટેનન્સની કામગીરી સમય પહેલા પૂર્ણ થશે તો વીજ પુરવઠો નિર્ધારિત સમય કરતા વહેલો પણ શરૂ કરી દેવામાં આવશે. નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.