Saturday - May 16, 2026

*જેતપર ગામ દ્વારા જેતપરમાં કાયમી ધોરણે દારૂબંધી અને ટ્રાફિકના પ્રશ્નો અંગે તાલુકા પોલીસમાં રજુઆત.*

*જેતપર ગામ દ્વારા જેતપરમાં કાયમી ધોરણે દારૂબંધી અને ટ્રાફિકના પ્રશ્નો અંગે તાલુકા પોલીસમાં રજુઆત.*

મોરબી:- મોરબી તાલુકાના જેતપર ગામના સરપંચ અને તમામ ગ્રામજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 15 ઓગસ્ટના રોજ લેખિતમાં અરજી આપવામાં આવી હતી કે જેતપર ગામના પાધર માં રીક્ષા અને અન્ય વાહનોના કારણે ટ્રાફિક સર્જાય છે. જેના કારણે ત્યાંથી નીકળતા રાહદારીઓ અને ગ્રામજનોને ભારે તકલીફ પડે છે, અને ટ્રાફિકના અસરના લીધે લોકોનો ખોટો સમય પણ વેડફાય છે. બીજી બાબતમાં જેતપર ગામમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ પણ થતું હોવાનું આ લેખિત અરજીમાં જણાવ્યું છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલ અરજીમાં આ મુદે ગંભીર રસ દાખવી તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી હતી, દારૂ બંધી અને ટ્રાફિકનું યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ જેતપરના ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

*જેતપર ગામ દ્વારા જેતપરમાં કાયમી ધોરણે દારૂબંધી અને ટ્રાફિકના પ્રશ્નો અંગે તાલુકા પોલીસમાં રજુઆત.*