મોરબી:– ગઈ કાલે 15 ઑગસ્ટના મહાપર્વ પર સૌ અલગ અલગ રીતે દેશમાં ઉજવણી કરતા હતા, ત્યારે મોરબીમાં ભારતીય મજદૂર સંઘના મહામંત્રી પ્રણવ ઠાકર દ્વારા પણ અલગ રૂપે શિવલિંગ નું પુજન કર્યું હતું, તેવો પોતે 12 વર્ષ થી ઘરે માટીના શિવલિંગ બનાવીને પાર્થશ્વમહાદેવની સ્થપના કરીને પૂજા કરે છે તો ત્યારે ગઈકાલે 15 ઑગસ્ટના રોજ દેશ ભક્તિને માન આપીને તેવોએ તિરંગા નો શણગાર કરીને 15મી ઓગસ્ટની એક અનોખી રીતે દેશ ભક્તિની સાથે ઉજવણી કરીને ધન્યતા અનુભવી હતી,