Saturday - May 02, 2026

રાજ્યકક્ષાની બાળ નાટ્ય, બાળ નૃત્ય નાટિકા સ્પર્ધામાં મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

રાજ્યકક્ષાની બાળ નાટ્ય, બાળ નૃત્ય નાટિકા સ્પર્ધામાં મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

મોરબી : ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની બાળ નાટ્ય સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં મોરબીના સાર્થક વિદ્યામંદિરની ટીમે બીજો નંબર મેળવ્યો છે. સાર્થક વિદ્યામંદિર દ્વારા આ સ્પર્ધામાં જસમા ઓડણ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર રાજ્યમાં બીજો નંબર મળ્યો છે. આ નાટ્ય ટીમમાં પ્રજાપતિ બાળકલાકાર મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરાએ બારોટજીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત બાળ નૃત્ય નાટિકા સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે શ્રેષ્ઠ પાત્રમાં કેવિન ભંખોડિયાએ બીજો નંબર અને શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શક તરીકે રવિરાજભાઈ પૈજા વિજેતા થયા હતા. વિજેતાઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે.