મોરબી તા. 14 ઓગસ્ટ, ગુરૂવાર — સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધોરણ 11ની વિદ્યાર્થિનીઓએ અદ્ભુત સર્જનાત્મકતા દાખવી. શાળાના આચાર્ય શ્રીમતી હેતલબેન ગેડીયા તથા શિક્ષકગણ કિરણ સર, દીપ સર, ધર્મિષ્ઠામૅડમ અને શીતલમૅડમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિની ચાવડા અવની, ચાવડા હર્ષા, ઠોરીયા સંતોષ અને રામાનુજ દિયાએ ચંદ્રયાન-૩નું આકર્ષક મોડલ બનાવી શાળાનું ગૌરવ વધાર્યું.
અને કલાત્મકતા દ્વારા ચંદ્રયાન-૩ના દરેક ભાગને સુંદર રીતે રજૂ કર્યું, જેનાથી દેશભક્તિની લાગણી સાથે વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પણ વેગ મળ્યો.
શાળા પરિવાર અને ગામના લોકોએ વિદ્યાર્થિનીઓના આ પ્રયત્નને વધાવી લીધો અને તેમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.????