મોરબી : મોરબી શહેરની લીલાપર ચોકડી નજીક શાલિગ્રામ હાઇટ્સ સામે બોલેરો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા શક્ત શનાળા ગામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું અને મૃતકના મોટાભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરની લીલાપર ચોકડી નજીક શાલિગ્રામ હાઇટ્સ બિલ્ડીંગ પાસે જીજે - 10 - ટીવાય - 0915 નંબરના બોલેરો ચાલકે બેદરકારીથી પોતાનું વાહન હંકારી જીજે - 36 - એઇ - 9415 નંબરનું બાઈક લઈને જઇ રહેલા શક્ત શનાળા ગામના રહેવાસી હિતેશભાઈ ભાણજીભાઈ સોલંકી અને તેમના નાનાભાઈ સુરેશભાઈ ભાણજીભાઈ સોલંકીને હડફેટે લઈ પછાડી દેતા સુરેશભાઈના શરીર ઉપર બોલેરોના ટાયર ફરી જતા સુરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે હિતેશભાઈને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.