આજની હાઇફાઈ જીવનશૈલીને કારણે ઘણા લોકો બીમારીઓનો ભોગ બનતા હોય ઘણા કિસ્સાઓમાં કિડની જેવા મહત્વના શરીરના અંગો કામ કરતા બંધ થઈ જતા હોવાથી ઘણા લોકો અકાળે મૃત્યુને ભેટે છે. તેથી આવી માનવ જિંદગીઓ બચાવવા માટે અંગદાન કરવું જરૂરી હોય એના માટે જાગૃતિ આવે તેવા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીની શાળામાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજી માનવ જિંદગીઓ બચાવવા માટે અંગદાન કેટલું જરૂરી તે અંગે વિદ્યાર્થીઓને સમજાવીને સંકલ્પબંધ કરાયા હતા.
મોરબીમાં આજ રોજ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા તજજ્ઞ દિલીપભાઈ દેશમુખ દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે તેમજ શરીરના અંગોના મહત્વ વિશેષ વિશે માહિતગાર કરી જાગૃત કર્યા હતા અને અંગદાન જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અંગદાનથી માનવ જિંદગીઓ બચી જતી હોવાથી અંગદાનથી શ્રેષ્ઠ એકેય પુણ્ય ન હોવાનું સમજાવ્યું હતું.