Sunday - Apr 19, 2026

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં સામાકાંઠે આવેલ રેમંડ પાર્ટી પ્લોટ ખાતે જીલ્લા સેવા સદન પાછળ ગત 15 જૂનને શનિવારના રોજ મોરબી માળીયા ટંકારા હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના છત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 82 જેટલાં વિદ્યાર્થીઓનું તેમજ રમત ગમત ક્ષેત્રે વિશેષ્ટ સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓ અને સ્પર્ધામાં વિજેતા થયેલા 40 જેટલાં યુવક યુવતીઓ અને બાળકોને સન્માનિત કરાયા હતા.

વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વીતા સન્માન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિ ડે. કલેક્ટર શુશીલ પ્રજાપતિ, આર ટી ઓ અધિકારી રોહિત પ્રજાપતિ, કિશન નારણીયા, જેટકો એન્જીનીયર ચેતનભાઈ ધરોડીયા, મોરબી જેલ અધિક્ષક  ડી. એમ. ગોહિલ, જીલ્લા આયુર્વેદિક અધિકારી ડો. પ્રવીણભાઈ વડાવિયા, મેડિકલ ઓફિસર ચેતનભાઈ વારેવડીયા, પ્રોફેસર મનીષ નારણીયા, તેમજ થાનગઢ વાંકાનેર, રાજકોટના પ્રજાપતિ સમાજના આગેવાનો અને દરેક ગામની શિક્ષણ સમિતિના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના બાળકો દ્વારા ધાર્મિક, સામાજીક,રાષ્ટ્રભાવના જાગૃતિના પ્રેરણાત્મક કાર્યક્રમો રજુ કરાયા હતા.વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ 10,12 સાઇન્સ કોમર્સ માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રનિંગશિલ્ડ આપી વિશેષ સન્માનિત કરાયા હતા સમાજના દાતાઓના સહયોગથી સન્માનિત વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી કીટ અને રોકડ પુરસ્કાર અને શિક્ષણ સમિતિ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા,

પ્રાસંગિક ઉદબોધનમાં ડીડીઓ જે એસ પ્રજાપતિ,ડે. કલેક્ટર સુશીલ પરમાર અને આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સિવિલ સર્વિસીસ પરીક્ષાઓની તૈયારી અને પદ્ધતિ પર વિસ્તૃત માર્ગદર્શન આપી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના લોકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબીના યુવા કાર્યકર્તાઓએ જેહમત ઉઠાવેલ હતી

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો