Sunday - Apr 19, 2026

મોરબી જીલ્લા પોલીસ વડના હસ્તે OSEM CBSE ખાતે હાઈબ્રીડ લર્નિંગનો શુભારંભ

મોરબી જીલ્લા પોલીસ વડના હસ્તે OSEM CBSE ખાતે હાઈબ્રીડ લર્નિંગનો શુભારંભ

તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા Hybrid learning-Advanced learning program જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર દેશના ૭૬૬ જીલ્લાઓમાંથી કુલ ૮૪૦ શાળાઓની બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જીલ્લામાંથી OSEM  C.B.S.E. સ્કુલે હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી પામી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM C.B.S.E. ખાતે મોરબી જીલ્લા પોલીસ વડા  રાહુલ ત્રિપાઠી (S.P.-Morbi), શિક્ષણ વિભાગ ના AEI ફાલ્ગુનીબેન ગોસ્વામી ના વરદ્ હસ્તે હાઈબ્રીડ લર્નિંગ ના પાઈલટ પ્રોજેક્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા એસ.પી. શ્રી રાહુલ ત્રિપાઠીએ સમગ્ર દેશ ની ૮૪૦ શાળાઓમાં પસંદગી પામવા બદલ OSEM C.B.S.E. ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સર, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડના હસ્તે OSEM CBSE ખાતે હાઈબ્રીડ લર્નિંગનો શુભારંભ

અત્રે ઉલ્લેખનીય છે કે CBSE બોર્ડ દ્વારા પાઈલટ પ્રોજેક્ટ માટે Army schools, Aditya Birla Schools , GD Goenka જેવી વિશ્વ વિખ્યાત શાળા ની  પસંદગી કરવામાં આવી છે તેમાં મોરબી જીલ્લા ની OSEM C.B.S.E. ની પસંદગી થતા મોરબી ની શાળાએ સમગ્ર મોરબી જીલ્લા નું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ છે.