Sunday - Jul 05, 2026

મોરબી જિલ્લાના લેન્ડ રેકર્ડ કર્મચારીઓની પડતર માંગણીનો પ્રશ્ને હડતાળ

મોરબી જિલ્લાના લેન્ડ રેકર્ડ કર્મચારીઓની પડતર માંગણીનો પ્રશ્ને હડતાળ

મોરબી જિલ્લાના લેન્ડ રેકર્ડ કર્મચારીઓએ પડતર માંગણીનો પ્રશ્ને હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેમાં ગત તા. 22 થી 31 જુલાઈ સુધી આ કર્મચારીઓ દ્વારા પેન ડાઉન કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને 31 સુધી પણ આ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે.

મોરબી જિલ્લાના લેન્ડ રેકર્ડ કર્મચારીઓએ પડતર માંગણીનો જણાવી હતી કે ગામડાઓની વસૂલાતની કામગીરી જે તે ગામના તલાટીઓની હોવા છતાં આ કર્મચારીઓમાં સ્ટાફ અપૂરતો હોવા છતાં ગામડાના વસુલાતની કામગીરી ઠોકી બેસાડી દેવાય છે. જેનો વિરોધ કર્યો છે. આ કર્મચારીઓનો મુખ્ય પ્રશ્ન ગેડ પે નો છે. આજની કાળઝાળ મોંઘવારીમાં કર્મચારીઓનો ઓછામાં ઓછો 20 કે 25 હજાર પગાર હોવો જોઈએ એની સામે માત્ર 2400નો ગેડ પે આપવામાં આવે છે. આવો મામુલી પગાર કોઈ કાળે પરવડે તેમ નથી. હાલમાં આ કર્મચારીઓઓ ટેક્નિકલ તમામ કામગીરી સંભાળતા હોવા છતાં તેમના ઉપર કાર્ય ભારણ વધારવામાં આવે રહ્યું છે. જેમાં માપણી, રીસરવેની કામગીરી સોંપી દેવામાં આવે છે. આ સ્ટાફ માત્ર ઓફિસે જ કામગીરી કરતા હોવ છતાં ફિલ્ડ વર્કની કામગીરી સોંપતા આંદોલન કરવામાં આવ્યું છે . આ કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ છે. હડતાળ લાંબી ચાલી તો મામલતદાર કચેરીઓ સહિતની કચેરીઓની ટેક્નિકલ કામગીરી ઠપ્પ થશે, હાલ બધી કામગીરી ઓનલાઈન હોવાથી લોકોને ભારે તકલીફ વેઠવી પડશે.