હળવદ – મોરબી હાઇવે ઉપર માનસર નજીક જીજે -18 – ઝેડ – 6575 નંબરની સુરેન્દ્રનગર – મોરબી રૂટની બસના ચાલકે બેદરકારી પૂર્વક પોતાની હવાલાવાળી બસ ચલાવી એમપી – 46 – એમટી – 5060 નંબરનું બાઈક લઈને મોરબીથી હળવદ તરફ જઈ રહેલા રાકેશ છગનભાઇ ડાવર ઉ.વ 24 નામના મૂળ મધ્યપ્રદેશના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કૌટુંબિક કમલ તારાચંદ ડાવર રહે. હાલ લિવોલા ગ્રેનિટો લખ ધીરપુર રોડ મોરબીની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.