મોરબી નગરપાલિકાના તંત્ર દર વખતની જેમ હાલ પણ એટલે નાણાકીય વર્ષ પૂરું થવાના માર્ચ એન્ડીગના સમયે કરવેરાની આકરાણી કરવા ઉઘામાથે થયું છે. અને હવે નગરપાલિકા તંત્ર આજથી કરવેરા ભરવમાં ઉદાસીન રહેલા આસામીઓની મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીમાં કલેકટર કચેરી પાછળની લાબેલ લેબીનેશનની મિલકતને સિલ કરાઈ છે.
શાસિત બોડી વગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી તેમજ એ ગ્રેડની ગણાતી પણ સુવિધાઓ આપવા અને સમસ્યાઓ ઉકેલવામાં નિષફળ ગયેલી મોરબી નગરપાલિકા હમણાંથી એટલે ફ્રેબ્રુઆરીથી વેરા વસુલાતની કાર્યવાહી શરૂ કરી છે અને નગરપાલિકાના અધિકારીઓ સાથેની ટીમે આજે કડક વેરા વસુલાત શરૂ કરી આજથી સામાકાંઠે આવી ખાનગી મિલકતને ટોચમાં લઈ સિલ કરવાની બોણી કરી હતી. જેમાં મોરબીના સામાકાંઠે કલેકટર કચેરી પાછળ આવેલ લાબેલ લેબીનેશનની કરોડોની જમીનનો બાકી વેરો ભરવામાં માલિકોએ ભારે ઉદાસીનતા દાખવતા આજે પાલિકાની ટીમે વર્ષ 23 24ના કુલ રૂ. 54.27 લાખના બાકી કરવેરાને લઈને કલેકટર કચેરી પાછળની આ ખાનગી મિલકતને સિલ કરી દીધી છે. આ જગ્યા ઉપર સિલ મારી નગરપાલિકાએ નોટિસ લગાવી ઘણા સમયથી બાકી કરવેરા ભરી જવા નોટિસ ઉપર નોટિસ ફટકારવા છતાં વેરો ન ભરતા અંતે આ કાર્યવાહી કરી છે.