હોટેલો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં તેમજ હાઇવે ઉપર સઘન ચેકીંગ
મોરબી : દિલ્હીમાં કાર બ્લાસ્ટને પગલે ગુજરાત પોલીસે પણ એલર્ટ જારી કર્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ દ્વારા અનેક જાહેર જગ્યાઓએ અત્યારે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં આજે સાંજે કાર બ્લાસ્ટ થયાનો બનાવ બન્યો છે. જેને પગલે દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ ઉપર મુકાઈ છે. આ બ્લાસ્ટમાં મોતનો આંકડો 13 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઇ દેશના અનેક મોટા શહેરોના પણ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત પોલીસે પણ એલર્ટ જારી કર્યું છે અને રાજ્ય પોલીસ વડા દ્વારા સઘન ચેકીંગના આદેશ અપાયા છે.
ત્યારે ગતરાત્રીના સમયે જ મોરબી જિલ્લામાં પણ પોલીસ દ્વારા જાહેર જગ્યાઓ ઉપર ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. એલસીબી અને એસઓજીની ટીમો પણ ચેકીંગમાં જોડાઈ હતું. એ સાથે હોટેલોમાં પણ હાલ ચેકીંગ કરવામાં આવી આવ્યું હતું. સાથેસાથે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોના તેમજ હાઇવે ઉપર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.