Tuesday - May 05, 2026

મોરબીમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કડક કાર્યવાહી : 13 બાંધકામો સીલ

મોરબીમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કડક કાર્યવાહી : 13 બાંધકામો સીલ

મોરબી : મોરબી શહેરના સુઆયોજિત વિકાસને અવરોધતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ગેરકાયદેસર બાંધકામો સામે મોરબી મહાપાલિકાએ કડક ઝુંબેશ આદરી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખનારા એકમો સામે તંત્રએ હવે સીલિંગની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તાજેતરની કાર્યવાહીમાં, મહાનગરપાલિકાની ટીમે અમરેલીના સર્વે નંબરના કૈલાશ નગર વિસ્તારમાં મંજૂરી વગરના 10 જેટલા ટેનામેન્ટ્સને સીલ કરી દીધા છે. આ ઉપરાંત, નાની કેનાલ રોડના ઓમ પાર્કમાં 3 હાઈ-રાઈઝ બિલ્ડિંગ સામે પણ કાયદેસરના પગલાં ભરી તેને સીલ કરવામાં આવ્યા છે. અગાઉ તંત્ર દ્વારા નોટિસ પાઠવી બાંધકામ અટકાવવા સૂચના અપાઈ હોવા છતાં સૂચનાની અવગણના કરાતા આ આકરું પગલું લેવાયું છે.
 
મોરબીમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કડક કાર્યવાહી : 13 બાંધકામો સીલ
મોરબીમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કડક કાર્યવાહી : 13 બાંધકામો સીલ
મોરબીમાં ગેરકાયદે બાંધકામો સામે મનપાની કડક કાર્યવાહી : 13 બાંધકામો સીલ

મહાપાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે મંજૂરી વગર કે નિયમો વિરુદ્ધ કરાયેલા બાંધકામોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં અને આગામી સમયમાં આ કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ બાંધકામ શરૂ કરતા પહેલા જરૂરી વહીવટી મંજૂરી મેળવી લેવી, જેથી ભવિષ્યમાં આર્થિક નુકસાન અને કાયદાકીય ગૂંચવણોથી બચી શકાય.