Wednesday - Nov 05, 2025

મોરબીના રવાપર રોડ ઉપર ખરાબ રોડના મામલે ફરી રહીશોનું રસ્તા રોકો આંદોલન

મોરબીના રવાપર રોડ ઉપર ખરાબ રોડના મામલે ફરી રહીશોનું રસ્તા રોકો આંદોલન

માત્ર રોડ માટે બબ્બે વખત રસ્તા ઉપર ઉતરવું પડે તે કેટલા અંશે વાજબી કહેવાય તેમ કહી રહીશોએ ભારે હૈયાવરાળ ઠાલવી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર સ્થાનિકોએ બિસ્માર રસ્તાના પ્રશ્ને આજે બીજી વખત રોડ ચક્કાજામ કર્યો છે. અગાઉ પણ ત્રણ મહિના પહેલા તેઓએ ચક્કાજામ કર્યો હતો. ત્યારે તંત્ર દોડતું તો થયું હતું પણ પછી કોઈ કામ આગળ વધાર્યું ન હતું. પરિણામે આજે સ્થાનિકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને રોડ ચક્કાજામ કરી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મોરબીના રવાપર રોડ ઉપર ખરાબ રોડના મામલે ફરી રહીશોનું રસ્તા રોકો આંદોલન

સ્થાનિકોએ જણાવ્યું કે રવાપર રોડ ઉપર વૈદહી પ્લાઝા સામે રામસેતુ સોસાયટીમાં 25 જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે. અહીંના વિસ્તારોમાં અત્યારે ચાલી શકાય તેવી સ્થિતિ નથી. જ્યાં જુઓ ત્યાં કીચડ જ છે. આ ઉપરાંત અહીં બાવળને ઝાડી ઝાંખરા પણ છે જેના કારણે જીવજંતુનું પણ જોખમ છે. વધુમાં સ્થાનિક મહિલાઓએ કહ્યું કે ધારાસભ્ય દુર્લભજીભાઈ અહીં આવ્યા હતા તેને બેથી ત્રણ મહિના થઈ ગયા છે. તેઓએ દિવાળી પછી પાંચમથી કામ ચાલુ કરીશું તેવું કહ્યું હતું. પણ કઈ કામ શરૂ થયું નથી. અમે ફોન કર્યો તો એમ કહ્યું કે કાગળ તૈયાર થઈ ગયા છે. તો પ્રશ્ન એ છે કે હજુ સુધી માત્ર કાગળ તૈયાર કરવામાં જ સમય વેડફયો હતો.

મોરબીના રવાપર રોડ ઉપર ખરાબ રોડના મામલે ફરી રહીશોનું રસ્તા રોકો આંદોલન

અહીં એક વૃદ્ધા પડી ગયા હતા તેને 9 ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત અવારનવાર બાળકો પણ કિચડના કારણે પડી જાય છે. બાળકો રમવા માટે પણ બહાર નીકળી શકતા નથી. આના કરતાં તો ગામડા સારા, ત્યાં પણ આનાથી સારી સ્થિતિ છે. અમે ધારાસભ્યને ચેલેન્જ આપીએ છીએ કે અહીંના રસ્તા ઉપર એક વખત ખાલી ટુ-વ્હીલર લઈને નીકળી બતાવે. અંતે હાલના તબબકે આ મામલો થાળે પડ્યો છે.