Friday - Feb 13, 2026

મોરબી નજીક બે ડમ્પર વચ્ચે કાર સેન્ડવીચ બની જવાથી એક મહિલાને ગંભીર ઇજા

મોરબી નજીક બે ડમ્પર વચ્ચે કાર સેન્ડવીચ બની જવાથી એક મહિલાને ગંભીર ઇજા

મોરબી : મોરબીના લાલપર નજીક આજે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે ડમ્પર વચ્ચે આવી જતા સ્વીફ્ટ કારનો બુકડો બોલી ગયો છે. આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
મોરબી નજીક બે ડમ્પર વચ્ચે કાર સેન્ડવીચ બની જવાથી એક મહિલાને ગંભીર ઇજા

વાંકાનેરના એક પરિવારની જીજે 36 એસી 9493 નંબરની સ્વીફ્ટ કારને લાલપર નજીક ગોલ્ડ સિરામિકની સામે અકસ્માત નડ્યો છે. આ કાર બે ડમ્પર વચ્ચે આવી જતા કારનો બુકડો બોલી ગયો છે. આ કારમાં ત્રણ લોકો અને એક બાળક સવાર હતા. જેમાંથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ કારને ક્રેનની મદદથી સાઈડમાં લઈ ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.