Wednesday - Nov 05, 2025

હળવદના માણેકવાડા ગામે વાસંગીદાદાના મંદિરમાંથી બે દિવસ પહેલાની ચોરીની ફરિયાદ નોંધાય

હળવદના માણેકવાડા ગામે વાસંગીદાદાના મંદિરમાંથી બે દિવસ પહેલાની ચોરીની ફરિયાદ નોંધાય

હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ પ્રસિદ્ધ વાસંગીદાદાના મંદિરમાંથી તસ્કરો બે દિવસ પૂર્વ રાત્રીના સમયે દાદાને ચડાવેલ ફેણ, છતર સહિત બે કિલોગ્રામ વજનની ચાંદીની ચોરી કરી જતા મંદિરના પૂજારી દ્વારા ચોરીના આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ પ્રસિદ્ધ વાસંગીદાદાના મંદિરમાં ગત તા.31ના રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ચોરી કરવા ઘુસ્યા હતા. તસ્કરોએ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલ અલગ અલગ ચાંદીની ફેણ અને છતર સહિત 2 કિલોગ્રામ વજનના ચાંદીના દાગીનાની ચોરી કરતા ઘટના અંગે મંદિરના પૂજારી સુનિલદાસ માધવદાસ દુધરેજીયા ઉ.25 રહે.માણેકવાડા વાળાઓએ રૂ.80 હજારની માલમતાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.ઘટના અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.