Friday - Feb 13, 2026

મોરબીમાં માંતેંલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈક ચાલકનો ભોગ લીધો

મોરબીમાં માંતેંલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈક ચાલકનો ભોગ લીધો

મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક રિયો કારખાના સામે જીજે - 12 - બીએક્સ - 7399 નંબરના ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે વાહન ચલાવી જીજે - 36 - એએ - 6133 નંબરનું બાઈક લઈ જઈ રહેલા રમેશભાઈ નરસીભાઈ રાઠોડને હડફેટે લઈ ઠોકર મારતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ વિરજીભાઈ નરસીભાઈ રાઠોડ રહે.બાલંભા તા.જોડિયા વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.