વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીના 200 જન્મોત્સવ નિમિતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષોથી વિકાસ ઝંખી રહેતા ટંકારાવાસીઓની ટંકારાને નગરપાલિકાનો દરરજો આપવાની માંગણી સંદર્ભે હજુ થોભો અને રાહ જુઓ જેવી નીતિ અપનાવીને સમય આવશે એટલે ટંકારાને નગરપાલિકાનો દરરજો આપી દેશું તેવું વચન આપ્યું છે. હવે મુખ્યમંત્રીના આ સમય આવ્યાના નિવેદન ઉપર સમગ્ર ટંકારાવાસીઓની નજર મંડરાય છે.
મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મજયંતીની ટંકારાના કરશનજીના આંગણે હર્ષોલ્લાસ સાથે થઈ રહેલી ઉજવણીમાં આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ , રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી વેદોનું જ્ઞાન આપી સમગ્ર દેશને કુંવરીવાજો અને રૂઢિવાદી પરંપરાઓની ગુલામીમાંથી મુક્ત કરનાર સ્વામી દયાનંદ સરસ્વતીના 200માં જન્મોત્સવમાં હાજરી આપવાનો મોકો મળ્યો તે બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. દરમિયાન વર્ષોથી ટંકારા તાલુકો હોય અને મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ હોય આર્યસમજ પ્રેરિત વેદ સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે દેશ વિદેશથી બહોળી સંખ્યામાં અનુયાયીઓ આવતા હોય પણ ટંકારામાં સુવિધાઓનો અભાવ હોવાથી ભારે હાલાકી પડતી હોવાથી આ ટંકારાને નગરપાલિકાનો દરરજો આપવાની માંગ દિવસે ને દિવસે બુલંદ થઈ રહી છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટંકારાવાસીઓની ટંકારાને નગરપાલિકા બનાવવાની આશાને સાકાર કરવા માટે સમય આવ્યે ટંકારાને નગરપાલિકા બનાવી દેશું તેવા નિવેદનથી આ સમય ક્યારે આવશે ? તેના પર સમગ્ર ટંકારાવાસીઓની નજર મંડરાય છે.