મોરબી:- દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના પાવન પર્વે માં અંબાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાજીના શક્તિપીઠ ધામ જતા હોય છે, ત્યારે આ પદયાત્રા મોરબીથી પણ દર વર્ષે શ્રી અંબિકા પદયાત્રા સંઘ દ્વારા યોજવામાં આવે છે, આ વર્ષે પણ શ્રી અંબિકા પદયાત્રા સંઘ દ્વારા તારીખ 27/8/2025 ને બુધવારના રોજ અંબાજી શક્તિપીઠ જવા માટે પદયાત્રાનું આયોજન કર્યું છે.
તમને વધુ જણાવી દઈએ કે છેલ્લા 27 વર્ષથી અવિરત પણે આ પદયાત્રાનું આયોજન મોરબીમાં થઈ રહ્યું છે, આ યાત્રાના મુખ્ય આયોજકો કુંતાસી ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ તારીખ 27ઓગસ્ટના રોજ સવારે મોટી સંખ્યામાં માંના ભક્તો દ્વારા જય અંબેના નાદ સાથે વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.
જો કોઈ આ પદયાત્રામાં જોડાવા માંગતા હોય તો તેમના માટે રહેવા જમવા અને મેડિકલ સહીતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ સેવા કાર્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, ધનજીભાઈ કાવર, અને યોગેશભાઈ ઠોરીયા સાથે જય અંબે પરિવાર સક્રિય રીતે જોડાશે.