રોડ-રસ્તા ઉપર અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
મોરબી : મોરબીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સવારે બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યા રોડ- રસ્તા જળમગ્ન થયા છે. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે રવિવારે રજાના દિવસે સવારથી જ ભાદરવે અષાઢ જામ્યો હોય તેમજ વરસાદ તૂટી પડ્યો છે. વહેલી સવારે માળિયામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. તેવામાં મોરબીમાં પણ સવારે 6થી 10 દરમિયાન ધીમીધારે વરસાદ પડ્યો હતો. ત્યાર પછી સવારે 10થી 12 વાગ્યા દરમિયાન બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે આજે રજાનો દિવસ હોવાથી વરસાદના કારણે રોડ-રસ્તા ઉપર ટ્રાફિક ઘટ્યું હતું. આ દરમિયાન બે કલાકમાં ટંકારામાં સવા ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.
સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી પડેલો વરસાદ
મોરબી - 47 mm
ટંકારા - 32 mm
વાંકાનેર - 24 mm
હળવદ - 06 mm
માળીયા મી. - 0 mm