હળવદ : હળવદ તાલુકાના જુના ધનાળા ગામે આજે વરસાદને કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મકાન રાજુભાઇ વિઠલભાઈ દેવીપૂજક નામના વ્યક્તિનું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ દિલ્હી રહે છે અને આ મકાન બંધ હાલતમાં હોવાથી સદનસીબે કોઈ.અનિચ્છનીય બનાવ ન બન્યો હોવાનું જાણવા મળે છે.