Friday - Jul 03, 2026

માળિયામાં સવા બે ઈંચ, ટંકારામાં એક ઇંચ વરસાદ

માળિયામાં સવા બે ઈંચ, ટંકારામાં એક ઇંચ વરસાદ

મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે ભાદરવાના પ્રથમ દિવસે જ જામ્યો અષાઢી માહોલ

મોરબી : મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે ભાદરવાના પ્રથમ દિવસે અષાઢી માહોલ જામ્યો છે અને ધીમીધારે મેઘરાજા કાચું સોનુ વરસાવી રહ્યા છે. જો કે સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. પણ મોરબીમાં સવારથી ધીમીધારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી શહેરીજનો મુશ્કેલીઓ મુકાય ગયા છે. મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમુક જગ્યાએ ધીમી ધારે તો અમુક જગ્યાએ મન મુકીને મેઘરાજા વરસી રહ્યા છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે જ કલાકમાં માળિયા મિયાણામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે.

સવારે 6થી 10 વાગ્યાનો કુલ વરસાદ

મોરબી 2 mm
ટંકારા 22 mm
વાંકાનેર 7 mm
હળવદ 20 mm
માળિયા 58 mm