મોરબી : આજે તા.૧૭ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા કક્ષાએ આયોજિત વિવિધ કાર્યક્રમો અન્વયે મોરબીમાં જેતપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની અધ્યક્ષતા હેઠળ સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તેવા ઉમદા અભિગમ સાથે સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં જેતપર ખાતે મોરબી તાલુકા કક્ષાએ લોકોને જરૂરી સરકારી સેવાઓ ઘર આંગણે પહોંચાડવાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.