Friday - Oct 09, 2026

મોરબીના એસપી રોડ પરપ્રાંતીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના એસપી રોડ પરપ્રાંતીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત  કર્યો

મોરબી શહેરના એસપી રોડ પર રહેતી ૨૪ વર્ષીય પરપ્રાંતીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મુળ એમપીના વતની અને હાલ એસ.પી.રોડ પર શાંતિવન એપાર્ટમેંન્ટમાં રહેતા વેશતીબેન કેમ્તાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૪) નામની યુવતીએ પોતાના રૂમમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવને પગલે સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોકટરે જોઈ તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી. આ બનાવનું કારણ જાણવા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે