Wednesday - May 06, 2026

મોરબીમાં પાડોશીઓ વચ્ચેનો ઝઘડો શાંત કરવા ગયેલ યુવાનને ઢીબી નાખ્યો

મોરબીમાં પાડોશીઓ વચ્ચેનો ઝઘડો શાંત કરવા ગયેલ યુવાનને ઢીબી નાખ્યો

મોરબીના ત્રાજપર વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટીમાં ઘર પાસે ભરતી ભરવા મામલે પડોશીઓએ ઝઘડો કરતા આ ઝઘડો શાંત પાડવા ગયેલા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના ત્રાજપરમા શિવશક્તિ સોસાયટીમાં રહેતા ફરિયાદી મયુરભાઈ નારણભાઇ પાટડીયાના ઘર નજીક જ રહેતા તેમના કાકાએ ઘર પાસે શેરીમાં ભરતી ભરી હોવાથી આરોપી દિપક ગોકળભાઈ પાટડીયા, દિલીપ રાધુભાઈ પાટડીયા અને વિપુલ ગોકળભાઈ પાટડીયાએ ગત તા.2ના રોજ મયુરભાઈના કાકા સાથે ઝઘડો કરતા મયુરભાઈ તથા તેમના ભાઈ ઉદયભાઈ સહિતના લોકો ઝઘડો શાંત પાડવા જતા ત્રણેય આરોપીઓએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી રોડ ઉપર પડેલ ઇટ અને પથ્થરના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મયુરભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.