કેટલાક સંતાનો માવતરની ઘોર અવહેલના કરીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા હોય છે.સામે પક્ષે બીજા ઘણા એવા સંતાનો હોય છે કે જે માવતરને જીવનની અમૂલ્ય મૂડી સમજીને જીવનભર સાચવીને અવસાન પછી પણ યાદ કરીને બીજા સંતાનો માટે પ્રેરણાદાયી કામ કરતા હોય છે. આવા જ એક મોરબીના પુત્રએ પિતાને જીવનભર સાચવીને તેમના અવસાન પછી તેમની પુણ્યતિથિની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં મોરબીમાં રહેતા રજનીકાંત શામજીભાઈ આદ્રોજાએ તેમના પિતા કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા હતા. પિતાના આત્માના શાંતિ માટે અને તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રેમપૂર્વક જમાડવાનું નક્કી કર્યું હતું અને પિતાની પુણ્યતિથિની ખરા અર્થમાં સાર્થક ઉજવણી કરવા માટે લાડુ, દાળ, ભાત, શાક,રોટલીનું માળીયા પાસે આવેલા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રેમપૂર્વક ભોજન કરાવી ધન્યતાની લાગણી અનુભવી હતી.