Wednesday - Jul 01, 2026

જેતપરના ખેડૂત આંદોલનમાં વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી

જેતપરના ખેડૂત આંદોલનમાં વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી

ગઈકાલે સવારથી ઉપવાસ શરૂ કરનાર ખેડૂતની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા

મોરબી : મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલનમાં વારાફરતી એક પછી એક ઉપવાસી તબિયત લથડી રહી છે. દરમ્યાન ગઈકાલે 13માં દિવસે વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી હતી.જેમને તાત્કાલિક સારવાર અર્થે જેતપર ખાતે આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેતપરમાં વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં ગામે ગામથી ખેડૂતો આવીને ઉપવાસીઓનો જુસ્સો વધારી લડતને સમર્થન આપી રહ્યા છે. ગઈકાલ સુધી આ ઉપવાસ આંદોલનમાં 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, જેમાં ગઈકાલે 13માં દિવસે સવારે વધુ 2 ખેડૂતો જોડાયા હતા અને સવારથી ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂત મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (ગામ વાકિયા)ની તબિયત ગત રાત્રીના સમયે ઓચિંતી લથડી હતી. જેથી તેમને તુરંત 108 મારફત જેતપર ખાતેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જેતપરના ખેડૂત આંદોલનમાં વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી