Tuesday - May 05, 2026

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડી દેવાશે

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડી દેવાશે

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા બદલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તેમાંથી ફરી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને મચ્છુ-3 ડેમ હાલમાં આખો ભરેલો હોય તેને ખાલી કરવા માટે આજે સવારે આઠ વાગ્યે એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે અને 940 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડી દેવાશે.

મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા રીપેરીંગ મારે અગાઉ આ ડેમમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો.ત્યારે હાલમાં આ ડેમાં આખો ભરેલો અને આગામી દિવસોમાં હજુ પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને પાણી છોડવામાં આવે ત્યારે આગળના વિસ્તારમાં કોઈને નુકશાન ન થાય તે માટે હાલમાં ડેમને ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આજે સવારે આઠ વાગ્યેથી એક દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ હાલમાં 940 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આગામી ચાર દિવસમાં અંદાજે 140 એમસીએફટી જેટલું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી કરીને મોરબી અને માળીયા તાલુકાનાં કુલ મળીને 21 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, મોરબી નજીક જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -2 ડેમના 38 પૈકીનાં પાંચ દરવાજા વર્ષ 2024 માં બદલાવવા આવ્યા હતા અને આ વર્ષે બાકી રહેલા 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને અગાઉ જે રીતે મચ્છુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી નદી છોડવામાં આવ્યું હતું તેવી જ રીતે આગામી દિવસોમાં પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે જેથી કરીને મચ્છુ-3 ડેમને અત્યારથી જ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.