ખેડૂતો હક્ક મેળવવા માટે છેક સુધી લડી લેવા મક્કમ
મોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતોના વીજ લાઇનના પ્રશ્ને આમરણાંત ઉપવાસ છાવણી આજે 13માં દિવસમાં પ્રવેશી છે. અગાઉ 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, જેમાં આજે 13માં દિવસે વધુ 2 ખેડૂતો જોડાતા આંદોલન વધુ મજબૂત બન્યું છે.
જેતપર ઉપવાસ છાવણીમાં અત્યાર સુધી, મહંત કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી - નવાગામ હનુમાન, રાકેશભાઈ શીવલાલ અમૃતિયા - જેતપર, નકુલભાઈ ધીરજલાલ અમૃતિયા - જેતપર, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા - જેતપર, નિલેષભાઈ એરવાડીયા - મોરબી, નિલેષભાઈ પ્રાણજીવનભાઈ અઘારા - જેતપર, મહેશભાઈ ચતુરભાઈ મારવણીયા - વાંકીયા, અરવિંદભાઈ રામજીભાઈ અઘારા - જેતપર, વલ્લભભાઈ ડાયાલાલ અઘારા - જેતપર, ક્રિષ્નાબેન દિનેશભાઈ અમૃતિયા - જેતપર, દક્ષાબેન દિપકભાઈ અમૃતિયા - જેતપર ઉપવાસ ઉપર બેઠા હતા. આજે તેમાં મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા, અરવિંદભાઈ રામજીભાઈ અધારા પણ જોડાયા છે.