મોરબી જિલ્લામાં તસ્કરો હાહાકાર મચાવ્યો હોય એમ હમણાંથી ઉપરાછાપરી ચોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક વખત તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપી પોલીસના નાઈટ પેટ્રોલીગના દાવા પોકળ ઠેરવ્યા છે. જેમાં તસ્કરોએ ગતરાત્રે હળવદ નજીક આવેલી સોસાયટીને નિશાન બનાવી સાતેક જેટલા મકાનોમાંથી મોટો દલલો ઉસેડી ગયા હતા. જો કે આ બધા લોકો ઉત્તરાયણ નિમિતે બહાર ગયા હોય પાછળથી તસ્કરોએ તેમના ઘરોને સાફ કરી નાખ્યા હતા.
હળવદ નજીક આવેલી એક સોસાયટીમાં ગતરાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ તસ્કરોએ આ સોસાયટીના સાતેક જેટલા મકાનોને નિશાન બનાવી તાળા તોડી કિંમતી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જો કે આ સાતેક મકાનોના પરિવારજનો ઉત્તરાયણ કે અન્ય કોઈ પ્રસંગે બહાર ગયા હતા. ત્યારે જ તસ્કરોએ આ રેઢા પડા મકાનોમાં ચોરીનો અંજામ આપ્યો હતો. આથી સવારે આ ખબર મળતા ઘરે દોડી આવેલા આ સાતેક મકાનોમાં તપાસ કરતા મોટી ચોરી થઈ હોવાનો અંદાજ છે.