Sunday - Jul 26, 2026

મોરબીના મહેન્દ્રનગર ગામની સોસાયટી ગારા કિચદથી લથબથ થઈ

મોરબીના મહેન્દ્રનગર ગામની સોસાયટી ગારા કિચદથી લથબથ થઈ

મોરબી નજીક આવેલા મહેન્દ્રનગરન ગામ પાસે આવેલ ગણેશનગર સોસાયટી દર ચોમાસે નર્કગારમાં ફેરવાય જાય છે.કારણ કે, આ સોસાયટીનો મુખ્ય માર્ગ કાચો હોય દર ચોમાસામાં આ રસ્તા ઉપર ગારા કીચડના થર જામે છે. અત્યારે પણ વરસાદને કારણે આ રોડ આખો ગારા કિચળથી લથબથ થઈ ગયો છે.આથી આ સોસાયટીના બાળકો, વૃદ્ધો, મહિલાઓ સહિતના  લોકોએ કોઈપણ કામ માટે અવરજવર કરવી હોય તો બે કિમિ દૂર વાહનો રાખીને બે કિમિ સુધી રીતસરનો ગારો ખુદવો પડે છે.

મોરબીના મહેન્દ્રનગર ગામની સોસાયટી ગારા કિચદથી લથબથ થઈ

 

ગણેશનગર સોસાયટીના રહીશોએ ભારે ઉકળાટ ઠાલવ્યો છે. અહીં રહેતા એક ભાઈએ જણાવ્યું હતું કે તેમની પત્નીને દવાખાને લઈ જવું છે. પણ જઈ શકાય એવું જ છે જ નહીં 108 પણ સોસાયટીમાં આવી શકતી નથી. એક વૃદ્ધને પગે પાટો આવ્યો છે. એમને પણ નિદાન કરવા નિદાન કરવા અને પાટો બાંધવા જવું છે.પણ રોડ ઉપર હોલ બુટ ઢંકાય જય તે હદે કીચડ જામ્યું હોય અંદર જઈ શકે એમ જ નથી. આ સોસાયટીમાં કામ અને કે ઇમરજન્સી વખતે દરેકને ગારો ખુંદી ખુંદીને જવું પડે છે. સવારે બાળકો સ્કૂલે જઈ શકતા નથી. કારણ કે દરરોજ સ્કૂલમાં જતી વખતે ગારામાં ફસાય જય અને ત્રણ ચાર વખત પડતા હોય કિચડથી લથબથ થઈ જાય છે. આ સોસાયટીમાં કોઈ અવરજવર કરી શકતું નથી. આ સોસાયટી ચોમાસામાં જાણે સંપર્ક વિહોણી બની જતી હોય એવી નર્કથી બદતર હાલત છે. સોસાયટીના લોકોએ આક્રોશભેર જણાવ્યું હતું કે, મત લતી વખતે દરેક પક્ષના લોકો મોટી મોટી વાતો કરીને ભરમાવે છે .પણ કીચડ સાફ કરવા કોઈ આવતું નથી. વેરા સમયસર ભરીએ છીએ છતાં આ રોડ નવો બનાવ્યો નથી. આ સોસાયટીમાં કરમની કઠણાઈ એવી છે કે, સામાન્ય વરસાદ પડે તો પણ બેથી ત્રણ ફૂટ જેટલું કીચડનું સમાવર્જ્ય સ્થપાય જતું હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડે છે.

મોરબીના મહેન્દ્રનગર ગામની સોસાયટી ગારા કિચદથી લથબથ થઈ