વાંકાનેરના રૂપાવટી ગામેં પીવાના પાણીની વિકરાળ સમસ્યા છે.પીવાના પાણી ગંભીર સમસ્યાથી ગામલોકો ભારે હેરાનગતિ ભોગવે છે. આ ગામમાં નર્મદાની લાઈન હોવા છતાં નળમાં પાણી આવતું નથી.છેલ્લા ચાર પાંચ વર્ષમાં એકવાર જ પાણીના નસીબ થયા હતા. એટલે ચાર પાંચ વર્ષે પાણી આવ્યું હતું. જો કે, જાલીડા સંપમાંથી પાણી આવતું હોય પણ ગ્રામજનો જવાબદારો સામે ઘર્ષણમાં ઉતરે ત્યારે છેક અડધી કલાક પાણી આવે છે. આવી તો પાણી માટે રોજ રામાયણ થાય છે.
વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના સરપંચ ભવાનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખતનું અને આશરે 70 વર્ષ જૂનું ગામ હોય આ ગામમાં હાલ 1800થી 2 હજારની વસ્તી હોય આ વસ્તી મોટાભાગે ખેતી પર નિર્ભર હોય પણ ખાટલે મોટી ખોટ સિંચાઇની છે. સિંચાઇની સવલત ન હોવાથી ગામની બધી જ ખેતી વરસાદ આધારિત છે. ગામમાં આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. આ ગામમાં પ્રાથમિક સાથે માધ્યમિક એટલે 1થી10 ધોરણની સ્કૂલ, આંગણવાડી, અંદરના રોડ રસ્તા 50 ટકા, ભૂગર્ભ ગટર 80 ટકા કમ્પલેટ તેમજ કચરાના નિકાલ માટે ઇલેક્ટ્રિક રીક્ષા આપેલી હોય આ જવાબદારી ગ્રામ પંચાયત નિભાવે છે.આ ગામને જોડતા જેપુર, વસુંધરા ગામના રસ્તા કાચા હોવાથી પાકા કરવાની માંગ છે. આ ગામમાં ઘણા સમયથી પીવાના પાણીની કોઈ તકલીફ નથી. ગામને પીવાના પાણીનું મોટું સુખ અને સિંચાઇની કમી કોરી ખાય છે. આ ગામમાં પાણીનું મોટું દુઃખ છે. તંત્ર પાણી પ્રશ્ન હલ કરે તેવી ગ્રામજનોની માંગ છે.