સમજણની વૃદ્ધિ એજ સમાજની સમૃદ્ધિ વિષય પર મોટિવેશન પ્રવચન
મોરબી : સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીના આગામી 27 ડિસેમ્બરને શનિવારના રોજ સ્નેહ મિલન સમારોહ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના મોરબી-રાજકોટ હાઈવે પર ઉમા સંસ્કારધામની સામે આવેલા મધુસૂદન પાર્ટી લોન્સ ખાતે યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં સોરઠ કડવા પાટીદાર પરિવારના આશરે 6 હજારથી વધુ લોકો ઉમટી પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંજે 3 કલાકે પરિવારોનું આગમન, દિપપ્રાગટ્ય, સ્વાગત ગીત, સાંસ્કૃતિક ગીત, વિદ્યાર્થીઓનું સન્માન, દાતાઓનું સન્માન, મા ઉમાની આરાધના, બહેનો અને બાળકો માટે રમત-ગમત, સ્ત્રી પુરુષો માટે ભોજન સમારંભ, સાંજે 8 કલાકે મોટિવેશન સ્પીકર મનિષ વઘાસીયાનો સમજણની વૃદ્ધિ એજ સમાજની સમૃદ્ધિ વિષય પર અસરકારક વક્તવ્ય અપાશે. તેઓ કોઈપણ સમસ્યાના હલ માટે સમજણથી ઉકેલ લાવી શકાય અને પરિવારોમા આ રીતે ક્લેશ થતા અટકે જેથી પરિવાર સ્નેહના એક તાંતણે બધાય તો સમાજની પ્રગતિ થાય તે અંગે ગહન ચિંતન વ્યક્ત કરશે. ત્યારબાદ રાત્રે 10 કલાકે રાસ ગરબાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સોરઠ કડવા પાટીદાર પરિવારને મોટી સંખ્યામાં ઉમટી પડવાની અપીલ કરાઈ છે.