Friday - May 01, 2026

ટંકારાના સાવડીમા રૂ.1,94 લેખમાં વીજ વાયરને તસ્કરો ઉઠાવી ગયા

ટંકારાના સાવડીમા રૂ.1,94 લેખમાં વીજ વાયરને તસ્કરો ઉઠાવી ગયા

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં પીજીવીસીએલની ચાલુ વિજલાઈનમાંથી અજાણ્યા તસ્કરો અંદાજે 1800 મીટર વીજ વાયરની ચોરી કરી જતા બનાવ અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેરે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 1.94 લાખ રૂપિયાથી વધુ કિંમતના વીજ વાયરની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં ચાલુ વીજ વાયરની ચોરીના બનાવમાં મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર અશ્વિનભાઈ દિનેશભાઇ ભુવાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.27 ફેબ્રુઆરીના રોજ તસ્કરોએ સાવડીના અરણેશ્વર ફીડર વિસ્તારમાં 15 ગાળાના 16 વીજ પોલ પરથી અંદાજે 1800 મીટર વીજ વાયર કિંમત રૂપિયા 1,94,400ની ચોરી કરી પીજીવીસીએલને નુકશાન પહોચાડ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે ઇલેક્ટ્રિસિટી એકટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.