વાંકાનેરના ભીમગુડા ગામે તસ્કરોએ ગતરાત્રે આંતક મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ 10 વાડી વિસ્તારોને ધમરોળી નાખી 10 વાડી વિસ્તારોમાં તોડફોડ 1800 ફૂટ કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વાંકાનેર તાલુકાના ભીમગુડ ગામને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવી 10 જેટલા વાડી વિસ્તારમાં ત્રાટકીને મોટો દિલ્લી ઉસેડી ગયાની ઘટના સામે આવી છે.જેમાં આ ગામના 10 વાડી વિસ્તારના જગદીશભાઈ ચતુરભાઈ ચારલાએ આ ચોરીની ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગતરાત્રે તસ્કરોએ 10 વાડી વિસ્તારને નિશાન બનાવી વાડીમાં પાણી ખેંચવાની મોટર અને સબ મરસીબલ પંપની લાઈનોમાં તોડફોફ કરી ઉખેડી નાખી હતી અને મોટર ચાલુ કરવાનું સટાટર્ડ તોડી નાખ્યું હતું અને 1800 ફૂટ જેટલો કેબલ વાયર અને ઢોરા માટેના જાયકો મશીન ચોરી કરી ગયા છે. આથી આ 10 વાડી વિસ્તારોમાં મોટા મુદ્દામાલની ચોરી હોવાનું વાડી માલિકો કહી રહ્યા હોય પણ હાલ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી હોય પોલીસ તપાસ બાદ જ ચોરીનો સાચો આંક બહાર આવશે.