સેલ્સ એજન્સીમાં રૂ.53 હજારથી વધુની ચોરી મામલે ફરીયાદ નોંધાઇ
ટંકારા : ટંકારા શહેરમાં પોલીસ મથકથી અડધો કિલોમીટર દૂર આવેલ પાનબીડીની હોલસેલ દુકાનને નિશાન બનાવી સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યો તસ્કર રૂપિયા 53 હજારથી વધુ કિંમતની 138 બ્રાન્ડ બગબાન તમાકુના કાર્ટૂન ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા શહેરમાં દયાનંદનગરમાં રહેતા અને પનારા ચેમ્બર્સમાં શ્રીરામ એજન્સી નામની પાનબીડીની હોલસેલ દુકાન ધરાવતા હિતેશભાઈ રમેશભાઈ ભટાસણા ઉ.40 નામના વેપારીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.17 મે ના રોજ વહેલી સવારે સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા તસ્કરે દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં રહેલ બાગબાન 138 તમાકુના કાર્ટૂનમાં રહેલ 16 ડબ્બા કિંમત રૂપિયા 53, 920ની ચોરી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.