મોરબી : વાંકાનેરના જાલી ગામની સીમમાં વાડીએથી પાણીની મોટર તથા સર્વિસ માટેના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ખેડૂતો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ બોલાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા અને ખેતી કામ કરતા અજયભાઈ છનાભાઇ ખમાણી (ઉ.વ.25)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના જાલી ગામની સીમમાં કરાર તરીકે ઓળખાતી ફરિયાદીની વાડીએ પાણી ખેંચવા માટેની મોટર તથા તેનો સર્વિસ વાયર રાખ્યા હતા જે 20,000 ની કિંમતની મોટર તથા 5000 રૂપિયાની કિંમતનો વાયર આમ કુલ મળીને 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી અજાણ્ય શખ્સ દ્વારા કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.