પૂર્વ સરપંચ સહિત પાંચ મકાનમાંથી લાખોની મતા ચોરાઈ
મોરબી તાલુકાનાં જેપુર ગામમાં મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠિયા,મગનભાઈ શેરસીયા હરેશભાઈ સાણજાના મકાન સહિતકુલ ૫ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈના મકાનના પાછળના દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ પેટી પલંગ વેર વિખેર કરી નાખી હતી અને તેમાંથી ૬ લાખ રોકડા સોનાના બે ડોકિયા, ૫ સોનાની બુટ્ટી,૬ સોનાની વીટી સહીત ૨૮ તોલા દાગીનાની ચોરી કરી હતી આ ઉપરાંત આસપાસના અન્ય મકાનમાં પણ ચોરી કરી હતી અંદાજીત ૨૫ લાખના મુદ્દામાલ પર તસ્કરો હાથ સાફ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સમેં આવી છે હાલ આં અગે પોલીસે ફરીયાદ નોધાવા તજવીજ હાથ ધરી છે
મોરબીના જેપુર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને જેપુર ગામના એકીસાથે પાંચ મકાનોના તાળા તોડી પોલીસના નાઈટ પેટ્રોલીંગના દાવાને પોકળ સાબિત કર્યા હતા. હાલ આ બનાવ સ્થળે દોડી જઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના જેપુર ગામે ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને એકીસાથે પાંચ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં તસ્કરો અંદાજિત રોકડ પાંચથી સાત લાખ રૂપિયા તેમજ સોનાના ઘરેણાની ચોરી કરી ગયા છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પાંચ મકાનો માંથી રોકડ રકમ સહિત દાગીના મળીને 25 થી 30 લાખની ચોરીને પોલીસ પેટ્રોલિંગની વાતો કરતી પોલીસને પડકાર ફેંક્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં એકી સાથે પાંચ મકાનના તાળા તૂટતા અને લાખોની ચોરી થતા લોકોની માલમતા બિન સલામત બની ગઈ છે.. આ બનાવની જાણ થતાં હાલ એલસીબી એસઓજી, તાલુકા પોલીસની ટીમો જેપુર ગામે દોડી જઇ પાંચેય મકાનોનું બારીકાઈથી નિરીક્ષણ કરી ડોગ સ્કવોર્ડ સહીતની મદદથી તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.