Tuesday - May 05, 2026

વાંકાનેરના ભલગામ પાસે દેશી દારૂની હેરફેર કરનાર છ ઝબ્બે

વાંકાનેરના ભલગામ પાસે દેશી દારૂની હેરફેર કરનાર છ ઝબ્બે

 વાંકાનેર તાલુકા પોલીસે ભલગામ નજીક બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂની હેરફેર કરી રહેલા છ શખ્સોને એક ટાટા સુમો, એક બોલેરો ગાડી તેમજ 600 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ 6.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન એક આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે સાતેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક દેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડતા આરોપી રાજુભાઈ દડુભાઈ જળુ, રહે.સાલખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, વિહાભાઈ માધાભાઈ સાપરા રહે.ગુંદાખડા તા.વાંકાનેર, નસુખભાઈ ઉર્ફે ટાલો કેશાભાઈ ગણાદીયા રહે.સતાપર તા.વાંકાનેર, ભગવાનભાઈ સોમાભાઈ સરવૈયા, રહે.ગુંડાખડા તા.વાંકાનેર, વિનુભાઈ કારાભાઈ સરવૈયા રહે.ગુંદાખડા તા.વાંકાનેર અને રાજુભાઈ ખીમાભાઈ ગણાદીયા રહે.સતાપર તા.વાંકાનેર નામમાં શખ્સો ટાટા સુમો ગોલ્ડ ગાડી રજી નંબર GJ-01-RG-2043 કિંમત રૂપિયા દોઢ લાખ તેમજ મહીંદ્રા કંપનીની ઠાઠાવાળી બોલેરો રજી નંબર GJ-03-BT-0963 કિંમત રૂપિયા 4 લાખ વાળીમાં 600 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1.20 લાખની હેરાફેરી કરતા મળી આવતા પોલીસે 6.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ છ આરોપીઓની ધરપકડ કરી હતી.જ્યારે આરોપી સંજયભાઈ ઉર્ફે દલો નરશીભાઈ મકવાણા રહે.નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.