Tuesday - May 05, 2026

મોરબીના સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો અંત ક્યારે.

મોરબીના સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો અંત ક્યારે.

મોરબી:- મોરબીના હોસ્પિટલ જોન તરીકે જાણીતા સાવસર 6 વિસ્તારમાં ખાસા લાંબા સમયથી ગટર ઉભરાતી હોવાથી ત્યાંથી કાયમી પ્રસાર થતા દર્દીઓ અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ગયા છે, સાવસાર પ્લોટ 6 માં ઓમ કાન નાક ગળાની હોસ્પિટલ અને મેટ્રોપોલીસ લેબોરેટરી પાસે આવેલી ગલીમાં ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે ત્યાં રસ્તા પર રીત સર ગંદુ પાણી બહાર નીકળીયા રાખે છે જેના કારણે ત્યાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે, અને મચ્છર અને માખીઓનો ઉપદ્ર પણ ત્યાં ભારે વધી ગયો છે જેથી ત્યાંથી નીકળતા રાહદારી દર્દીઓ અને તે વિસ્તારના લોકો ભારે હાલાકી અને માંદગી ભર્યા વાતાવરણ ભોગવી રહ્યા છે, 29 માર્ચના રોજ મહાનગરપાલિકામાં લેખિત અરજી દેવામાં આવી હતી, 
 

મોરબીના સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો અંત ક્યારે.

ત્યારે મહાનગરપાલિકા દ્વારા 3 એપ્રિલ સુધી ઉભરાતી ગટરનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી, પણ આજે આ વાતને 15 દિવસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં હજુ પણ આ ઉભરાતી ગટરનું કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ત્યાંથી પ્રસાર થતા દર્દીઓ વાહન ચાલકોએ ભારે મુશ્કીલોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તત્કાલ ધોરણે આ ઉભરાતી ગટરમાંથી જલ્દી માં જલ્દી છુટકારો મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે,
 

મોરબીના સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો અંત ક્યારે.