શોભેશ્વર રોડ ઉપર બાઇક સવારે ઓચિંતી બ્રેક મારતા એકસાથે છ વાહનો એકબીજાની પાછળ ટકરાયા
મોરબી : મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર એટલે જિલ્લા સેવા સદન રોડ ઉપર આજે મોડી સાંજે એક બાઇક ચાલકે કોઈ કારણોસર ઓચિંતી વાહનમાં બ્રેક મારી દેતા તેની પાછળ એક બાદ એક એમ છ વાહનો ટકરાયા હતા. આ અકસ્માતના બનાવમાં એકેયને સહેજેય પણ ઇજા થઇ ન હતી.
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર પરશુરામ પોટરીની શાળા પાસે આજે મોડી સાંજે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકે કોઈ કારણોસર ઓચિંતી જ તેનાં બાઇકમા બ્રેક મારી દેતા તેની પાછળ આવતી 5 જેટલી કાર ધડાધડ એકબીજા પાછળ ટકરાય હતી. આ બાઇક અને પાંચ કાર વચ્ચેના અકસ્માતમાં વાહનોમાં સામાન્ય નુક્સાનીઓ આવી છે. કોઈ વ્યક્તિને ઇજાઓ પહોંચી નથી. ઉલ્લેખનીય છે કે સિરામિક કારખાનામાંથી છૂટવાનો સમય હોય આ રોડ ઉપર સાંજે ટ્રાફિક રહેતું હોય છે. આ અકસ્માતને કારણે રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.