મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વવાણિયા ગામની ભૂમિ પરમ વંદનીય અને પવિત્ર ગણાય છે. એની પાછળનું કારણ એ છે કે, રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે તેમજ ઈશ્વરના સાચા સંત સેવક તરીકે જાણીતા શ્રીમદ રાજચંદ્રની માળિયાના વવાણિયા ગામેં જન્મભૂમિ હોય આ ઉપરાંત સમગ્ર આહીર સમાજના દેવી તરીકે પૂજાતા રામબાઈ માતાજીનું પણ અહીં ભવ્ય મંદિર હોવાથી લોકો મોટી સંખ્યામાં દર્શને આવતા હોવાથી આ ગામ ભારે પ્રચલિત બની ગયું છે.
માળિયા તાલુકાના વવાણિયા ગામ વર્ષો પુરાણું એટલે શ્રીમંદ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક સંત હોવાથી તેમની તેમજ બીજા અનેક સાધુ સંતોની પણ અહીંયા તપોભૂમિ ગણાતી હોય એવા સિદ્ધ પુરુષોએ વર્ષો પહેલા અહીં તપસ્વી થઈને ધૂણીઓ ધખાવી હોવાની લોકવાયકા છે. પણ જો કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હોવાથી વવાણિયા તીર્થધામ બની ગયું હોવાથી અને અહીં દેવી દેવતાઓ હાજરાહજૂર મનાતા હોવાની શ્રદ્ધાએ વર્ષમાં અનેકવાર અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય એ ગામ પવિત્ર સ્થળ બની ગયું છે. પણ ગામલોકો માટે આ ગામ દુવિધા યુક્ત બની ગયું છે. જેમાં વર્ષોથી પાણીની મોટી હૈયા હોળી છે. પીપળીયા ચાર રસ્તા પંપથી કેનાલ મારફત પાણી નાના ભેલા થઇ તેમના ગામે કપાતું કપાતું પાણી પહોંચે છે. એક તો એકાતરા પાણી વિતરણ અને ઉપરથી ખૂબ ઓછા પ્રેશરથી પાણી છોડાતુ હોય પાણી જળ ભંડારમાં હોવા છતાં તરસ્યા રહેવું પડે છે. આ ગામમાં હિન્દૂ મુસ્લિમ સહિત આશરે 6 હજારની વસ્તી હોય હાલમાં જેટલું પાણી અપાતું હોય તે પાણી ખૂબ જ ઓછું પડે છે. પીવાના પાણીના તો વાંધા છે સાથોસાથ સિંચાઈનું પણ ખૂબ ખરાબ ચિત્ર છે. ઘણી વખત ખેતીમાં ઓછી ઉપજ આવે છે. એટલે મોટાભાગના ગામના લોકો મંજૂરી કામ સાથે જોડાયેલા હોય સ્વનિર્ભર બન્યા છે. તેમ ગામના અગ્રણી રાજાભાઈ નણકાભાઈ બાબરીયાએ જણાવ્યું હતું.