Tuesday - Jun 23, 2026

મોરબીના શનાળામાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર છ ઝડપાયા

મોરબીના શનાળામાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર છ ઝડપાયા

મોરબી :  મોરબીમાં હવે જુગાર રમવાની મોસમ શરૂ થઈ હોય તેમ જુગારીઓ સક્રિય બન્યા છે ત્યારે પોલીસ પણ બમણાં જોશથી સક્રિય બની જુગારીઓ પર કડક કાર્યવાહી કરી રહી છે.ગઈકાલે આવા જ એક કિસ્સામાં પોલીસે શનાળા સરકારી હાઈસ્કૂલ નજીક જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી એક મહિલા સહિત છ જુગારીઓને રોકડા રૂપિયા 51,600 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શહેરના શનાળા વિસ્તારમાં દરોડો પાડી સરકારી સ્કૂલ પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નરશીભાઇ ભીખાભાઇ આંબલીયા, સંજયભાઇ નરશીભાઇ આંબલીયા, હિરેનભાઇ કાંતીભાઇ સોલંકી, મુકેશભાઇ અશોકભાઇ ઓગાણીયા, વિશાલભાઇ ભુપતભાઇ ઓગાણીયા અને આરોપી રાધાબેન રાજેશભાઇ સોલંકી, રહે. તમામ શકત શનાળા સરકારી સ્કુલની બાજુમાં પાણીના ટાંકા પાસે, મોરબીવાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 51,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.