Sunday - Jul 26, 2026

હળવદના ગોલાસણ ગામમાં મકાનમાં જુગાર રમતા બે મહિલા સહિત છ ઝડપાયા

હળવદના ગોલાસણ ગામમાં મકાનમાં જુગાર રમતા બે મહિલા સહિત છ ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી મહિલા જુગારધામ ચલાવતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત છ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 62,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

હળવદ પોલીસને બાતમી મળી હતી કે, ગોલાસણ ગામે રહેતા ટીનાબેન રાયધનભાઈ ખાંભડિયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતાં આરોપી ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા, રહે. ગામ ગોલાસણ, મીનાબેન મનસુખભાઇ બોરાણીયા, રહે. ગામ બાવળી, તા. ધ્રાંગધ્રા, મનસુખભાઇ હિરાભાઈ બોરાણીયા (રહે. ગામ બાવળી, તા. ધ્રાંગધ્રા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા, રહે. ગામ ગોલાસણ, જયંતીભાઇ કેશાભાઈ વરાણીયા, રહે. ગામ જુના ઇશનપુર, તા. હળવદ.અને આરોપી દિપકભાઈ કેશાભાઈ વરાણીયા, રહે. ગામ જુના ઇશનપુર, તા. હળવદ વાળાઓ રોકડા રૂપિયા 62,300 સાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.