Tuesday - May 19, 2026

મોરબીના પીપળી ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝબ્બે

મોરબીના પીપળી ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પીપળી ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતિનો જુગાર રમી રહેલ પાંચ મહિલા સહિત છ આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 63,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે રાત્રીના સમયે બાતમીને આધારે પીપળી ગામે અમરનાથ સોસાયટીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા આરોપી રાજેશભાઇ સુખરામભાઇ સોનારથી, રહે-રામેશ્વર મંદિર પાસે હાઉસસિંહ બોર્ડ, મોરબી, રીનાબેન કેયુરભાઇ ઉકાણી, રહે,શિવાલીક, ટી.કે.હોટલની બાજુમા એપાર્ટમેન્ટ સામાકાંઠે, મોરબી, શારદાબેન નરેન્દ્રભાઇ પાનસુરીયા, રહે-પીપળી, કાજલબેન બુધાભાઇ નોવરાટીયા, રહે.રોયલ પાર્ક મહેન્દ્રનગર, મોરબી, કંચનબેન ઉર્ફે મંજુબેન નરભેરામભાઇ અઘારા રહે.પીપળી અને અસ્મીતાબેન સવજીભાઇ ડાભી રહે. પીપળી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 63,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.